Gujarati Messages, Video

The most awaited Amdavadi Sonu is on air now.

અમદાવાદ ના વરસાદને લીધે બગડેલી અમદાવાદની હાલતથી થાકેલા અમદાવાદીઓ ની આ રજૂઆત પસંદ પડે તો જરૂર લાઈક કરજો….

 

સોનું તને AMC પર ભરોસો નઇ કે !
સોનું તને AMC પર ભરોસો નઇ કે !

સોનું નો એરીયા છે વાસણા,
એમા રોડ વચ્ચે ગટરના ઢાંકણા
ઢાંકણા નો આકાર કેવો.. ગોળ ગોળ…
સોનું તું લાગતા વળગતાની પોલ ખોલ.

સોનું તને AMC પર ભરોસો નઇ

સોનું નો એરીયા છે પાલડી
ટ્રાફિક વ્યવસ્થા ના નામે ઠાઠડી
ઠાઠડીમાં બામ્બુ કેવો.. ગોળ ગોળ…
સોનું તું લાગતા વળગતાની પોલ ખોલ.

સોનું તને AMC પર ભરોસો નઇ કે !

સોનું નો એરીયા છે નિકોલ
રોડ વચ્ચે મોટા મોટા pothole
Pothole નો આકાર કેવો.. ગોળ ગોળ…
સોનું તું લાગતા વળગતાની પોલ ખોલ.

સોનું તને AMC પર ભરોસો નઇ કે !

સોનું નો એરીયા છે કાલુપુર
થોડા વરસાદમાંયે ઘોડાપૂર
વમળ નો આકાર કેવો.. ગોળ ગોળ…
સોનું તું લાગતા વળગતાની પોલ ખોલ.

સોનું તને AMC પર ભરોસો નઇ કે !

સોનું નો એરીયા દિલ્લી ચકલા
ત્યાં કચરાના ઢગલે ઢગલા
ડસ્ટબીન નો આકાર કેવો.. ગોળ ગોળ…
સોનું તું લાગતા વળગતાની પોલ ખોલ.

સોનું તને AMC પર ભરોસો નઇ કે !

સોનું નો એરીયા છે રખીયાલ
BRTS નાખી કર્યા બુરા હાલ
બસ ના પૈડાં નો આકાર કેવો. !.. ગોળ ગોળ…
સોનું તું લાગતા વળગતાની પોલ ખોલ.

સોનું તને AMC પર ભરોસો નઇ કે !

સોનું એ (AMC ની) એપ કરી ડાઉનલોડ,
બે ત્રણ કમ્પ્લેઇન કરી જોડાજોડ,
AMC ના જવાબ કેવાં ! .. ગોળ ગોળ..
સોનું તું લાગતા વળગતાની પોલ ખોલ.

સોનું તને AMC પર ભરોસો નઇ કે !

-મહેન્દ્ર પોશિયા

તમારો એરીયા રહી ગયો….?
પ્રોબ્લેમ તો મેન્શન થઈ ગયો..!

એરીયા છોડો, પ્રોબ્લેમ પર કોન્સનટ્રેટ કરો.

ક્રેડિટ સાથે શેર કરો
AMC ને ટેગ કરો.⁠⁠⁠⁠

 

AMC Ahmedabad